સ્થાનિક ભાષામાં અનુવાદ માટે આવતા પડકારો: નવી સ્થાનિકીકરણ બ્રાન્ડ્સ માટેનો એક વિચાર

Written by: Gomathi Shankar

જો ભાષાઓ જીવંત પાત્રો હોત, તો અંગ્રેજી એ કોર્પોરેટ ઑફિસમાંના એક સાથીદારની જેમ શિષ્ટાચાર સાથે વર્તે છે. પરંતુ વાસ્તવમાં, આપણી પ્રાદેશિક ભાષા જ આપણી માટીની સુગંધ છે. સુખ-દુ: ખથી લઈને હસી-મજાક સુધીની વાતો શેર કરવા માટેનું પ્રથમ માધ્યમ એટલે કે આપણી પ્રાદેશિક ભાષા. બ્રાન્ડ્સ હવે ઉત્તરોત્તર તેમના નિર્ધારિત કરેલા ગ્રાહકો માટે એમની જ ભાષામાં વાત કરતા એ ‘જિગરી દોસ્ત’ જેવી બનવા ઇચ્છે છે. બ્રાન્ડ્સ એવી ભાષા બોલવા ઇચ્છે છે, જે માત્ર સંદેશો જ નથી આપતી પણ વાતચીત કર્યાની ખુશી આપે. હવે ઘણા બધા લોકોને ખુશ કરવા, ઘણી બધી ભાષામાં વાત કરવી પડે, તો ભલે કરવી પડે! 

સ્થાનિકીકરણ (લોકલાઇઝેશન) ઘણા ઉદ્યોગોમાં ગ્રાહક સાથેનું જોડાણ ઘણી ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે લોકોના હાથમાં રહેલા ટચ સ્ક્રીન મોબાઇલને કારણે કન્ટેન્ટ અત્યંત વ્યક્તિગત બની રહ્યું છે. કોઈપણ કન્ટેન્ટ કે વસ્તુને એક ટચમાં મેળવી શકાય છે. ગ્રાહકો સાથેના ભાવનાત્મક જોડાણ માટે વ્યક્તિગત સંપર્ક પર વધુ ભાર આપવામાં આવે છે. આ નવી મહત્ત્વાકાંક્ષા એ કોઈ ગૌણ બાબતમાંથી નથી ઉદ્ભવી, પરંતુ હવે તે એક જરૂરિયાત બની ગઈ છે. માર્કેટના હિસ્સા પર તેની અસર દેખાઈ રહી છે. પોતાના હરીફોથી સ્પષ્ટ રીતે અલગ પડવું એ પડકારજનક બની ગયું છે. આવા પ્રકારના વાતાવરણમાં, સફળ પ્રાદેશિક ભાષાની સ્ટ્રેટેજીથી વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાશે અને હાલના માર્કેટ સેગમેન્ટમાં પણ દેખીતી રીતે અલગ પડી શકે છે. જોકે, આ કહેવું જેટલું સહેલું છે, કરવું તેટલું જ મુશ્કેલ છે. સ્થાનિક ભાષાને આવકારવામાં બ્રાન્ડ્સને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? બ્રાન્ડ્સ અને ભાષાઓને સમજવાના અમારા ઘણા વર્ષોના અનુભવ પરથી, અહીં ટોચના પાંચ પડકારો આપેલા છે.

1. મુખ્ય સંદેશ પરનો અંકુશ ગુમાવવો

લોકલાઇઝેશન એ હવે કોઈ પણ પ્રકારે નવી ઘટના નથી. મીડિયા અને પબ્લિશિંગ હાઉસ ઘણા લાંબા સમયથી વિવિધ ભાષાઓમાં અનુરૂપ કન્ટેન્ટ સફળતાપૂર્વક બનાવી રહ્યા છે. પરંતુ તેમની મુખ્ય પ્રોડક્ટ ‘કન્ટેન્ટ’ હોવાથી તેઓ અનુવાદ અને લોકલાઇઝેશનની જટિલતાઓને સરળતાથી સમજે છે. જો કે મોટાભાગની નવી બ્રાન્ડ્સ લોકલાઇઝેશન કરતી વખતે ભાષાને તેટલું મહત્ત્વ આપતા નથી. પરંતુ હકીકતમાં ભાષા એ ગ્રાહકોને સંતોષ આપવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. સ્વાભાવિક છે કે, તીક્ષ્ણ દિમાગ ધરાવતા લોકો પણ નિર્ણય લેવામાં સ્વાભાવિક રીતે જ વ્યાકુળતા અનુભવે છે. પ્રાદેશિક ભાષાઓમાં જવાનો અર્થ એમ પણ છે કે તેમના દૃષ્ટિકોણથી સંદેશ પરનો અંકુશ ગુમાવવો. તેઓ કેવી રીતે ખાતરી કરી શકે કે તેઓની બ્રાન્ડનો મુખ્ય સંદેશ જે અન્ય ભાષામાં પહોંચાડવામાં આવ્યો છે તે સચોટ અને સાચો છે? આ ડરને કારણે, ઘણી કંપનીઓ કાળજી સાથે કામ કરે છે. આ અઘરા મિશનમાં સફળ થનારાઓ તે જ હોય છે જેમને તેમના વતી બોલતા, યોગ્ય લોકો મળી જાય છે.

2. પ્રાથમિકતાઓ માટેનો મૂંઝવતો પ્રશ્ન

દરેક બ્રાન્ડ પાસે ગ્રાહક પાસે પહોંચવાના ઘણા વિકલ્પો હોય છે. મોટાભાગના કિસ્સામાં, બ્રાન્ડ્સ એક સાથે બધી જ ભાષામાં લોકલાઇઝેશન કરવા ઇચ્છતી નથી અથવા તેમની પાસે પૂરતાં સંસાધનો પણ હોતા નથી. આ સમયે ક્યાંથી શરૂ કરવું તે નક્કી કરવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે, ગ્રાહક પાસે પહોંચવા બ્રાન્ડે ભાષાના અનુભવના દૃષ્ટિકોણથી દરેક વિકલ્પનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને સમજવું જોઈએ કે મહત્તમ અસર ક્યાં થશે. દેખીતી રીતે સૌથી વધુ થતા અનુભવો સૌથી લાભદાયક હોય છે. તે એક જાહેરાત, વેબસાઇટનું લેન્ડિગ પેજ અથવા પ્રોડક્ટ ઇન્ટરફેસ હોઈ શકે છે. આ વિકલ્પો ગ્રાહકને તરત જ આકર્ષિત કરે છે અને તેમને આવો જ અનુભવ મેળવવાની પ્રેરણા આપે છે. એક સારી પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ માટેની સ્ટ્રેટેજીના આ પ્રાધાન્યતા વિકલ્પોથી શરૂ થશે અને લક્ષ્યાંકિત ભાષામાં સંપૂર્ણ અનુભવ ફરીથી બનાવવામાં આવે ત્યાં સુધી તેનો સંપૂર્ણ પાલન કરશે. એ જ રીતે, અસરકારક માર્કેટ સેગમેન્ટેશન, લોકલાઇઝેશન કરતી વખતે કઈ ભાષાઓને પ્રાધાન્ય આપવું તે વિશેનો સંકેત આપશે.

3. યોગ્ય ભાગીદારોને ઓળખવા

બધી બ્રાન્ડ્સ પાસે તેમના પોતાના ભાષા અને સંસ્કૃતિના નિષ્ણાતો નથી હોતા. લોકલાઇઝેશન માટે યોગ્ય ભાગીદારને ઓળખવા, પ્રાદેશિક ભાષાઓની સ્ટ્રેટેજીની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણે કાળજીપૂર્વક ‘ભાગીદાર’ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આ વૃત્તિ આ મિશનના આવા ધ્યેય માટે શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. એક સમજદાર બ્રાન્ડ એવી યોગ્ય એજન્સી સાથે જ ભાગીદારી કરશે જે તેના મૂળ મૂલ્યોને સારી રીતે સમજે છે અને તેને પ્રતિબિંબિત કરે છે. તમારી માંગણીઓ એજન્સીની સામે મૂકવી, તે મુજબની કાર્યવાહી કરવા, એજન્સીને બ્રાન્ડનો સંદેશો પ્રાપ્ત કરવા માટે તાલીમ આપવાનું પ્રમાણમાં સરળ છે. લોકલાઇઝેશનમાં જ્યારે સહભાગી માલિકીની વાત આવે ત્યારે સફળતા પ્રાપ્ત કરવા માટે પરસ્પર વિશ્વાસ અને પારસ્પરિક પ્રયત્નો જરૂરી છે. સફળ વ્યવસાયિક સંબંધોમાં આ ખૂબ મહત્ત્વનું છે!

4. લોકલાઇઝેશન વિ. અનુવાદ વિશેની સમજણ

એવો કોઈ જ નિયમ નથી કે કોઈપણ સ્થાપિત બ્રાન્ડ જ બજારમાં પોતાનું એકહથ્થું પ્રભુત્વ જમાવી શકે. બીજી બાજુ, જો કોઈપણ નાની બ્રાન્ડ સંપૂર્ણ અને સાચો પ્રયાસ કરે, તો આવી બ્રાન્ડ લોકલાઇઝેશનમાં એક સારું ઉદાહરણ સેટ કરી શકે છે. કોઈ બ્રાન્ડ સંદેશનું ભાષાંતર કરતી વખતે, અનુવાદકો પ્રાદેશિક ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે જે આપેલ વાક્ય સાથે મેળ ખાય છે. મૂળ વાક્યનો શબ્દશ: અનુવાદ કરતા અનુવાદક હાસ્યાસ્પદ ભૂલો કરી શકે છે. બીજી બાજુ, જે વ્યક્તિ બ્રાન્ડનું લોકલાઇઝેશન કરે છે, તે વિવિધ ભાષાઓમાં યોગ્ય શબ્દોમાં બ્રાન્ડનો ચોક્કસ સંદેશ પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે ભાષામાં ભૂલ થાય ત્યારે અર્થનો અનર્થ પણ થઈ જાય છે. બહારની દુનિયા માટે હાસ્યાસ્પદ, પરંતુ બ્રાન્ડ્સ માટે તે શરમજનક બની જાય છે. આપણે યાદ રાખવું જોઈએ કે લોકલાઇઝેશન એ બાકી રહેલા કેટલાક ક્ષેત્રોમાંનું એક છે જ્યાં મશીન હજી સુધી મનુષ્યની જગ્યા લઈ શક્યું નથી. શબ્દશઃ અનુવાદની લાલચમાં ન પડતા, અર્થપૂર્ણ લોકલાઇઝેશનને અપનાવો. જે શબ્દોથી ઘણું વધારે છે!

5. ગુણવત્તા સાથે કાર્યક્ષમતા પ્રાપ્ત કરવી

સારા વ્યવસાયો હંમેશા તેમની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો માર્ગ શોધે છે. ભૂલોમાંથી શીખવું, તકનો લાભ ઉઠાવવો, પ્રક્રિયાને સરળ બનાવવી અને કાર્યક્ષમતા વધારવાનું ચાલુ રાખવું એ સફળતાનો એક માત્ર માર્ગ છે. પરંતુ ટેક્નોલોજીએ લોકલાઇઝેશનના ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવી છે, જેનાથી Computer Aided Translation (CAT) ટૂલ્સની મદદથી તેને વધુ સરળ બનાવવામાં આવી છે. જો ભાષા એ એક કળા છે, તો લોકલાઇઝેશનમાં હકારાત્મકતા સાથે કામ કરવું તે એક વિજ્ઞાન છે. લોકલાઇઝેશન કરતી બ્રાન્ડ્સ માટે હવે આ પડકારોને ઓળખવા એ પ્રમાણમાં સરળ છે, કારણ કે તેઓએ ભૂતકાળમાં ઘણીવાર આ પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેથી જ લોકલાઇઝેશનમાં તમારો ભાગીદાર તમારી જરૂરિયાતો અનુસાર ટેક્નોલોજી સંબંધિત ઉકેલો લાવવા અને લાગુ કરવા માટે તૈયાર છે.

જો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે તો, પ્રાદેશિક ભાષાઓ પ્રત્યેના વ્યવસાયનું વલણ હજી વધુ વધશે. ખાતરી કરો કે તમારી બ્રાન્ડ યોગ્ય દિશા અને યોગ્ય ભાગીદાર પસંદ કરે છે.

    Leave a Reply

    Your email address will not be published.